બઉ ટાઈમ પેલા ની વાત છે. ભારત ના કોઈ રણ વિસ્તાર માં એક મોટો ઓલિયો સંત હતો. લોકો એ એના વિશે ઘણી વાતો સાંભળી તી. સંત ની અનેક ખૂબી માં ની એક ખૂબી એ હતી કે એ કોઈ જગ્યા પર બઉ વધુ સમય રેતો નતો. એ તો ફરતો રામ હતો ને સાથે એના અનુયાીઓ અને રણ મા ફરતો એટલે ઊંટ નો કાફલો પણ.
એક વખતે એણે એક ગામ આગળ ધામો નાખ્યો. ધીમે ધીમે ચારે બાજુ આ સંત ની વાતો થવા લાગી ને આજુ બાજુના ગામ માંથી લોકો એને મળવા આવવા લાગ્યા.
નજીક ના જ એક ગામ માં એક મોટો વેપારી રેતો તો. એની પાસે તો શું નતું! મોટું ઘર, ધીકતો ધંધો, નોકર ચાકર ને બધું જ એની પાસે હતું પણ તો ય એ ક્યારેય બઉ ખુશ નો દેખાતો. અંદર ને અંદર કઈક હતું જે એને કણસતું તું.
આ વેપારી એ જ્યારે સાંભળ્યું કે કોઈક મોટો સંત આપણા ગામ પાસે આવ્યો છે તો એણે નક્કી કર્યું કે આપણે આ સંત ને મળીશું.
એ તો પોચી ગયો એ મોટા ઓલિયા સંત પાસે. જ્યારે એનો વારો આવ્યો મળવાનો તો સંત પાસે ગયો.
જઈને સંત ને એની આપવીતી સંભળાવે છે કે મહારાજ મારી પાસે ભગવાન ની કૃપા થી બધું જ છે. પણ તો ય કઈક ને કઈક ચિંતા મને હંમેશા સતાવે છે. હવે તમે જ એનો કઈક ઉપાય બતાવો.
સંતે એક હળવા સ્મિત સાથે વેપારી ની સામે જોયું ને કીધું કે બેટા તારી સમસ્યા નો ઈલાજ મારી પાસે છે પણ એના માટે તારે આજે રાતે આયા જ રેવું પડશે અને રાત્રે મારા જે આટલા બધા ઊંટ છે એની રખેવાળી કરવી પડશે. અને હા એક મહત્વ ની વાત, એ કે રાતે તારે બધા ઊંટ ને બેસાડી રાખવા ના કોઈ ઊંટ ઉભુ ના રેવું જોઈએ.
વેપારી તો ખુશ હતો કે ચાલો હવે તો એક રાત ની વાત છે કાલે સવારે મારી સમસ્યા નો ઈલાજ મળી જશે. એમ કરતાં રાત પડી ને સંતે કીધું તું એ પ્રમાણે વેપારી તો ઊંટ ના કાફલા પાસે પોચી ગયો ને ધીમે ધીમે કરીને એક એક ઊંટ ને બેસાડવા લાગ્યો. પછી જેવુ કોઈ ઊંટ ઉભુ થાય એટલે દોડતો એની પાસે જઈ ને એને બેસાડી આવે.
પણ આટલા બધા ઊંટ હતા એટલે વેપારી એક ને બેસાડે ત્યાં બીજુ ને બીજા ને બેસાડે ત્યાં ત્રીજુ એમ કોઈ ને કોઈ ઊંટ તો હમેશા ઉભુ જ રે. છેવટે અડધી રાત થતાં તો સૂઈ ગયો થકી ને. જ્યારે એની આંખ ખુલી તો જોયું કે બધા ઊંટ બેસેલા જ હતા ને ઊંઘી પણ ગયા હતા.
જ્યારે બીજા દિવસ ની સવાર પડી એટલે પેલા સંતે વેપારી ને પોતાની પાસે બોલવ્યો ને પૂછ્યું કે બેટા રાતે બરાબર ઊંઘ તો થઈ ને? બિચારો વેપારી તો રડવા જેવો થઈ ગયો ને બધી વાત સંત ને કરી. સંતે ફરી એની સામે એ જ સ્મિત કરી ને કહ્યું કે બસ અા જ વાત હું તને સમજાવા માગતો તો.
પણ વેપારી સમજ્યો નઈ એટલે એને વિસ્તાર થી સમજાવતા કીધું કે જો જીવન ની જે સમસ્યાઓ છે ને એ અા ઊંટ ના કાફલા જેવી છે જો તું એક સમસ્યા નું સમાધાન લાવીશ, ત્યાં બીજી સમસ્યા ઉભી થશે, ને બીજી નું સમાધાન લાવીશ ત્યાં ત્રીજી તૈયાર જ હશે. પણ જો તું સમસ્યા ને એના ઉપર છોડી દઈશ તો સમય આવ્યે એ પોતાની જાતે જ જતી રહેશેે.
એટલે ટૂંક માં બઉ ચિંતા નઈ કરવાની ને ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ રાખી ને એનો આનંદ માણવાનો.
બસ વેપારી એ પોતાના જીવન મા આ નાનકડી વાત ઉતારી લીધી એટલે એની પાછળ ની જીંદગી બઉ આનંદ થી વીતી.
અને છેલ્લે
ગુજરાતી માં એટલે જ એક કહેવત છે કે…
સંતોષી નર સદા સુખી
Also read
Reblogged this on સૂરસાધના and commented:
એક સરસ મજાની દ્ર્ષ્ટાંત કથા…
LikeLiked by 1 person
એક સરસ મજાની દ્ર્ષ્ટાંત કથા…એક સરસ કથા…
LikeLiked by 1 person