એમ કેવાય છે કે જીવન નો આનંદ માણવો હોય ને ભાઇ તો તેને બવ ગંભીરતા થી નો લેવુ જોઈએ.
માણસ ના ખોળે જનમ લેવો ઈ કાંઇ જેવી તેવી વાત નથ હો.
ને આમેય એક એવરેજ જીવન જીવતો માણસ છે ને સાલુ કાંઇ કરતો હોય ને એના કરતા ઇ કેમ કરવુ ને ઇ કરવા થી હું થાહે એની ઉપાઘી જાજી લેય.
હવે મજા ની વાત તો ઈ છે કે બઘાય ને ખબર છે કે ઉપાઘી લેવાથી કાંઇ વરતુ નથ, પણ તોય ઉપાઘી લીધા વગર છે ને.. કોઈ ને હાલતુ ય નથ. જોજો બીજા કોઈ ને સલાહ આપવાની થાહે ને, તો તો એને તરત કેહે કે ભાઈ ઉપાધીયુ હું કામ લ્યો છો. ઊપર વાળો સૌ હારાવાના કરશે. હા હા હા…. હાચી વાત કીધી કે નઇ…
પણ જો હાચુ કઉં ને તો જીવન માં આનંદ છે ને આ ઉપાધીયુ વચ્ચે ઘટતી નાની નાની ઘટમાળુ નો જ છે.
તમારા ભુતકાળ માં જરાક ડુબકી લગાવો ને વિચારો કે એવી કઈ યાદુ છે કે જેના કારણે આજે ય તમારા મોઢે મરક મરક સ્મીત આવી જાય છે…
- કોઈ મનગમતુ ગીત કે જેને સાંભળવા થી ખાલી ગીત જ નઇ યાદ આવે એની હારે જોડાયેલા સંભારણા
- ઘર માં ખબરે ય નો પડે એમ ભાઈબંધુ હારે કરેલી રખડપટ્ટી ને તોફાનુ
- સ્કુલ માં કોઈ ટીચર ની કરેલી હળીયુ
- ઊનાળા ના વેકેશન માં ગાંડા ની ઘોણે ખાધેલી કેરીયુ
- મામા નુ ઘર ને ન્યા બધા ભાઈ ભાંડેળાવ એ ભેગા થઈ ને કરેલી મજા
- કોઈ ગમતી છોકરી કે ગમતા છોકરા હારે કરેલી ગાંડા જેવી વાતુ
- સાયકલ શીખતી વખતે રસ્તે હાલતા માણસો ને થયેલ હેરાનગતિ
- દાદા દાદી તરફ થી મળતી તી એવી કંઇક સ્પેશીયલ આઇટમ
- કોલેજ માં ને હોસ્ટેલ માં કોઈ ને કેવાય નઈ એવા કરેલા કાંડ
- દીકરી કે દીકરા નો જનમ કે એનાય છોકરાવ નો જનમ થ્યો હોય ત્યારે થયેલ અનુભુતિ
આવી તો અગણીત વાતુ હશે જ બધાય પાસે…
તો મિત્રો જીવન માં છે ને ઉપાધીયુ તો આવતી જ રેવાની…
પણ એની વચ્ચે જે આપણને જે નાની નાની વસ્તુઓ આનંદ કરાવે ઈ ય ભેગી કરતી રેવાની… એમાં જ જીવન ની હાચી મજા છે મારા વ્હાલા…
અને છેલ્લે…
જો તુ સુખ ને ક્યાક બાર ગોતવા નીકળીશ ને તો કદાચ એનુ ઠેકાણુ બવ આઘે મળશે…
એના કરતા તારી અંદર જરાક ડોકીયુ કર ને વ્હાલા… ઈ કદાચ હાવ નજીક માં જ મળી જાશે..
આનંદો…
Reblogged this on Travellers' Mind.
LikeLike
હાવ હાચી વાત કીધી , ભાઈલા …
LikeLiked by 1 person
अहीं कोमेन्ट करवानुं रही गयुं. ए पण एक उपाधी समजवी… माणो आनंद अने आनंद….
LikeLiked by 1 person